Date: 3/1/2020

માચૅ-૨૦૨૦ માસના તહેવાર

૦૧ જૈન અઠ્ઠાઇ પ્રારંભ ૦૬ આમલકી એકાદશી ૦૯ હોળી-પૂનમ ૧૦ ધૂળેટી ૧૨ સંકષ્ટ ચતુથીઁ ૧૯ પાપમોચની એકાદશી ૨૩ સોમવતી અમાસ ૨૫ ગુડી પડવો ૨૮ વિનાયક ચતુથીઁ ૩૧ જૈન આયંબિલ ઓળી- અઠ્ઠાઇ read more
 

ક્લોનીયા મંદિરમાં પૂ. મોટા મહારાજશ્રીની પધરામણી

શ્રી નર-નારાયણ દેવ સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ ગાદિ સંચાલિત ન્યુજસીઁના ક્લોનીયામાં આવેલા આપણા હિંદુ સ્વામિનારાયણ મંદિરમાં ૧૫મી ફેબ્રુઆરી શનિવારના સાંજના ૫ થી ૮ દરમ્યાન પૂ. મોટા મહારાજશ્રી, પૂ. ગાદિવાળા બાશ્રી તથા પૂ. બિંદુરાજા અને મહંતશાસ્ત્રી સ્વામીશ્રી અજયપ્રકાશદાસજીના સાનિધ્યમાં ધમૅકુળ આશ્રિત બંને ભાણાઓ શ્રી સૌમ્યભૈયા અને સુવૃતભૈયાની ખૂબ જ ધામધૂમપૂવૅક હેપી બથૅ ડે પાટીઁને ઉજવણી મંદિરની સ્થાનિક કમીટીના યુવાનો તથા સૌ ભક્તો ભેગા મળીને કરવામાં આવી હતી. સૌ પ્રથમ મહેશભાઇ પટેલની સંગીત મંડળીના યુવાનો દ્વારા ધૂન તથા ભજનોથી મંદિરના મુખ્ય હોલને ગૂંજતો રાખવામાં આવ્યો હતો. read more
 

હેલ્થ સેવા માટે ઉમદા એડિસન એડલ્ટ ડે કેર સેન્ટર

એડિસન એડલ્ટ ડે કેર સેન્ટરમાં સિનીયર ભાઇ-બહેનોને હેલ્થ સેવાઓની ખાસ કાળજી લેવાય છે. રોજ સૌ પ્રથમ દરેકના બ્લડપ્રેશર તપાસીને નોંધ રાખવામાં આવે છે અને જરૂર જણાયે યોગ્ય માગૅદશૅન આપવામાં આવે છે. રોજ ડોક્ટરી એપોઇન્ટના ટાઇમે જવાની અને ડોક્ટરની વિઝીટ પૂણૅ થતા પરત લાવવાની ચોક્સાઇ રાખવામાં આવે છે. બ્લડસુગર ટેસ્ટ રોજ મપાય છે જેથી પેશન્ટને પોતાના સુગરલેવલને કંટ્રોલ કરવાની સમજ મળે છે. રોજ જે તે ફામૅસીમાંથી જે તે ક્લાયન્ટની દવાઓ સેન્ટરમાં મળી જાય છે. રોજ સવારમાં કોઇને કોઇ ફ્રુટ અપાય છે અને નાસ્તામાં વિવિધ વાનગીઓ પીરસાય છે. સાથે ગરમ ચા, મિલ્ક અને વિવિધ જ્યુસ આપવામાં આવે છે. ઘણી વખત થેપલાં, હાંડવો,સેવપૌંઆ વિગેરે વિવિધ ફરસાણના ટેસ્ટનો સૌને લાભ મળે છે. રોજ ૩૦-૪૦ મિનિટની એકસરસાઇઝ સમૂહમાં થાય છે. હાજર બધાં જ ભાઇબહેનો શારીરિક કસરતનો લાભ લેતા હોય છે. બીન્ગોની ગેમ ઘણી આનંદમય રહે છે. બીન્ગોના જીતનારને પ્રોત્સાહિત ભેટ આપવામાં આવે છે. read more
 

સ્ટલિઁગ સિનીયર ડે કેરમાં વેલેન્ટાઇન ડે તથા ગણતંત્ર દિનની ઉજવણી

ઉપરોક્ત ડે કેરમાં યુએસ અને પશ્વિમી પરંપરાનું પવૅ એવા વેલેન્ટાઇન ડેના પવૅ અને ગણતંત્ર દિનની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી. ભારતીય ગણતંત્રના ૭૧મા પવૅની પૂવૅ સંધ્યાએ ગણતંત્રના સ્પિરિટને જીવંત કરવા અને દેશ માટે જાન ન્યૌછાવર કરનાર શહીદોને શ્રધ્ધાંજલિ અપૅવા માટે સ્ટલિઁગ ડે કેરમાં યાદગાર આયોજન કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ ન્યુજસીઁના નોથૅ બ્રુન્સવીક ટાઉનમાં આવેલ આ વરીષ્ઠોના વિસામામાં તા. ૨૪ જાન્યુઆરીના રોજ ખૂબ જ ઉમંગ, ઉત્સાહ અને જોમ સાથે દેશપ્રેમનું અદ્દ્ભુત ઝૂનૂન પ્રગટાવતો આ કાયૅક્રમ યોજાયો. સવારના સેસનમાં સૌપ્રથમ વિધિવત સામુહિક રાષ્ટ્રધ્વજ વંદન કરી, ઝંડા ગીત સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ત્યારબાદ એકપછી એક દેશભક્તિના ગીતોની રમઝટ જામી અને સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાઇ ગયો. સુંદર આયોજન સહિતના કાયૅક્રમમાં સેન્ટરના મુખ્ય કાયૅવાહક સેજલબેન દસોન્દીના માગૅદશૅન હેઠળ સેન્ટરના નસિઁગ ડાયરેક્ટર નિલીમા મલોગીએ સેન્ટરના અન્ય સ્ટાફની સાથે રહીને આ પ્રોગ્રામનું સુંદર સંચાલન સફળતાપૂવૅક કયુઁ હતું. read more
 

મહાશિવરાત્રીની ઉજવણી

તા. ૨૧-૦૨-૨૦૨૦ મહાશિવરાત્રી નિમિત્તે સવારે ભોળાનાથને જળ અને દૂધથી અભિષેક કયૉ પછી ચંદનતિલક કરી સવારના નાસ્તામાં પેંડા, ખજૂર, સાબુદાણાની ખીચડી, કેસરવાળું દૂધ બધાએ લીધું હતું. ત્યારબાદ સવેઁ દેવ મંદિરે દશૅને ગયા અને ત્યાં ઠંડાઇની પ્રસાદી લીધી. શિવરાત્રીના ભજનો ગાયા અને સૌએ મજા કરી. બપોરે લંચમાં સાબુદાણાની ખીર, સાબુદાણા વડા, બટાકાની ભાજી, મોરીયો, વગેરે જમ્યા અને પછી સવેઁ છુટા પડ્યા..... read more
 

સેવા એડલ્ટ ડે કેર

ન્યુજસીઁના ઇસ્ટબ્રુન્સવીક ખાતે આવેલ ડે કેરમાં વષૅ દરમ્યાન રાષ્ટ્રીય, સામાજીક તથા ધામિઁક કાયૅક્રમોનું આયોજન ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવે છે. વડિલો દરેક કાયૅક્રમોનો આનંદ પ્રેમભરીને માણે છે જેનો સંપૂણૅ યશ ડે કેરના સ્થાપક શ્રી અજયભાઇ, શ્રી સાજનભાઇ તથા સવેઁ સ્ટાફના સભ્યોના શીરે જાય છે. તા. ૨૮ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પવૅની ઉજવણી કરવામાં આવી. કાયૅક્રમની શરૂઆત અમેરિકન રાષ્ટ્રગીતથી કરવામાં આવી ત્યારબાદ શ્રી રસિકભાઇ, જગદીશભાઇ, મંજુલાબેન તથા શકુંતલાબેનના હસ્તે સંપૂણૅવિધિ માનપૂવૅક પૂણૅ કરવામાં આવી. ભારતીય ધ્વજ લહેરાવ્યા બાદ રાષ્ટ્રગાન ગાઇ સલામી આપવામાં આવી હતી. શ્રી અજયભાઇએ વડિલોને અહીંની કમૅભૂમિમાં મળતા લાભો અંગેની માહિતી સુંદર રીતે રજુ કરી સમજાવી હતી. ત્યારબાદ દેશભક્તિના ગીતોની સુંદર લ્હાણી પીરસવામાં આવી અને કાયૅક્રમને અંતે સુંદર મજાનું ભોજન આરોગી સવેઁ છુટા પડ્યા હતા. તા. ૧૨ ફેબ્રુઆરીના રોજ ‘મન કી બાત’ કાયૅક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને વડિલોને તેનો ખુબ જ સુંદર પ્રતિસાદ આપ્યો હતો. શ્રી પ્રજ્ઞાબેન પટેલ, રશ્મિનીબેન શાહ, જગદીશભાઇ પટેલ, ત્ર્યંબકભાઇ પંડ્યા તથા હસમુખભાઇ પટેલ તથા ઇલાબહેને પોતાના વિચારો વ્યક્ત કયૉ હતા. read more
 

જસ્ટ લાઇક હોમ એડલ્ટ ડે કેર સેન્ટર, સેયરવિલ

ઉષ્માભયૉ આવકાર સાથે નૂતન વષૅ ૨૦૨૦નો શુભારંભ થઇ ગયો અને સંસ્થાની રાબેતા મુજબની કામગીરી શરૂઆત થઇ ગઇ. તા. ૨૪ જાન્યુઆરીને શુક્રવારના રોજ ભારતીય પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રણાલિ મુજબ સૌપ્રથમ બંને દેશોના રાષ્ટ્રધ્વજને ભાવભરી સલામી આપી અને બંને દેશોના રાષ્ટ્રગીતનું સામુહિક ગાન કયુઁ. આ પ્રસંગે સુશ્રી સરોજબેન અને કમલેશ શાહે સંયુક્તપણે રાષ્ટ્રગાન દ્વારા સૌને મંત્રમુગ્ધ કરી દીધા અને તે દ્વારા સ્વાતંત્ર્ય ચળવળના સેનાનીઓને પણ ભાવાંજલિ અપૅણ કરી. ત્યારબાદ તા. ૩૦ જાન્યુઆરીના રોજ ગાંધી નિવૉણદિને મોહન થી મહાત્મા બનનાર અને સત્ય-અહિંસાના પૂજારી પૂ. ગાંધીબાપુને અંજલિગીત દ્વારા અંજલિ આપી. આ અવસરે સુશ્રી ઉમિઁલાબેન અને સુશ્રી સરોજબેને અંજલિગીત ગાયું જેને સૌ સભ્યોએ સહ્યદય આવકાયુઁ. સ્થાપિત પ્રણાલી પ્રમાણે પ્રથમ મંગળવારે દૈનિક પ્રાથૅના અને ગીતાપાઠ પછી શ્રી ધીરુભાઇના વડપણ હેઠળ સુંદરકાંડનું પઠન ગાન કરવામાં આવ્યું જે દરમ્યાન સૌ સભ્યોને શ્રધ્ધા અને ભક્તિપૂવૅક સક્રિયપણે સહયોગ પ્રદાન કરી હનુમાનજી મહારાજને પ્રણામ કરી આશીવૉદ પ્રાપ્તકયૉ. ત્યારબાદ વિશ્વવિખ્યાત વેલેન્ટાઇન ડેની ઉજવણી મંદિર સમીપ આકષૅક સજાવટ અને સૌ સભ્યોને કેમેરામાં કેદ કરી, કેન્ડી વિતરણ કરીને કરવામાં આવી. સુશ્રી કેરને નિષ્ઠાપૂવૅક અને ખૂબ રસ દાખવીને પ્રેમની અભિવ્યક્તિ અને તેનો સ્વીકાર ના વહેવારને પાર પાડ્યો. read more
 

સિનીયસૅ એસોશિએસન ઓફ શેરવિલ

ઉપરોક્ત સંસ્થા દ્વારા તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ વેલેન્ટાઇન ડેની ઉજવણી સંસ્થા પ્રમુખ શ્રી સુભાષ દોષીના સંચાલન હેઠળ કરવામાં આવી. શરૂઆતમાં સૌને આવકાયૉ બાદ શ્રી અમૃતભાઇ હઝારીએ આપેલ વકતવ્યમાં વેલેન્ટાઇન ડે ઉજવણી અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ જાણીતા ગાયક રૂપાબેન ગાંધીએ પ્રેમસભર ફિલ્મી ગીત ‘યે રાતે યે મોસમ યે નદી કા કિનારા’, ફિસાનાના ચેરમેન શ્રી દિપકભાઇ શાહના ગાયકી અને અવાજને એક અવાજે તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. એશો.ના મંચ પર પ્રથમ વખત મધુ વિજયબેને પણ પ્રેમસભર ફિલ્મી ગીતોની રજુઆત કરતા વાહ વાહ મેળવી હતી. ઉપરાંત સ્થાનિક શેરવિલના ગાયક ઋતિકાબેને પણ બે થી વધુ ગીતો રજુ કરી હોલને પ્રેમમયી બનાવી દીધો હતો. read more
 

ઇન્ડો અમેરિકન સિનીયર સીટીઝન એસો. ઓફ પીસ્કાટવે

ઉપરોક્ત સંસ્થા દ્વારા ૨ ફેબ્રુઆરી ૨૦૨૦ને શુક્રવારે સભ્યોની બથૅ ડે પાટીઁ ઉજવી હતી. આજનો દિવસ હિન્દુઓ માટે મહાશિવરાત્રીનો દિવસ એટલે ઘણા શિવભક્તો, શિવસ્તુતિ માટે મંદિરોમાં ભક્તિરંગમાં રંગાતા હતા એટલે હાજરી થોડી પાંખી હતી. શિવરાત્રી, ભગવાન શિવને સમપિઁત દિવસ જે દર માસે વદ ચૌદસના દિવસે હોય છે. પરંતુ મહાશિવરાત્રી વષૅમાં એક જ દિવસે હોય છે. જે મહાવદ ચૌદસનો દિવસ હોય છે.( આ વષેઁ ફેબ્રુઆરી ૨૧, ૨૦૨૦, શુક્રવાર છે). સોમનાથ જૂનાગઢનો ખાસ મહિમા છે. શિવરાત્રીને ‘શિવજીના તાંદવનૃત્યને’ પણ અનુસંધાન છે. આજની સભાનું સંચાલન શ્રીમતિ લીલાવતીબેનપટેલે સંભાળ્યું હતું. કિતીઁભાઇ શાહે(પ્રેસીડન્ટ) સૌને આવકાયૉ હતા. લીલાવતીબેને શિવા ભજન ગાઇને સભાની શરૂઆત કરી હતી. તે બાદ શ્રીમતી અલ્પાબેન પરીખે શિવ્સ્તુતિ ગાઇ હતી. શ્રીમતી જશોદાબેન પટેલે પણ શિવ ભજન ગાયું હતું. બાદમાં રક્ષાબેન શાહે વેલેન્ટાઇન ડેનો પ્રેમ સંદેશો પોતાના શબ્દો અને દાખલાઓ દ્વારા સમ્જાવ્યો હતો જ્યારે શ્રીમતી નીરૂપમાબેન શાહે, એક શિકારીની વાતૉ કહીને શિવભક્તિનો મહિમા પીરસ્યો હતો. read more
 

સેકન્ડ ઇનીંગ ડે કેર સેન્ટર વ્હીપની

ઉપરોક્ત સેન્ટરમાં વિવિધ ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ ૨૬મી જાન્યુઆરી(પ્રજાસત્તાકદિન)ની ઉજવણી કરવામાં આવી. સેન્ટરને સુંદર રીતે સજાવ્યું, મહાત્મા ગાંધીજી, ભારતમાતા તેમજ સરદાર પટેલની તસ્વીરો મુકવામાં આવી. સુંદર ફોટાઓ અને વિવિધ શણગારથી સેન્ટરને સજાવ્યા બાદ શ્રી જગત મહેતાના હસ્તે ફ્લેગ હોસ્ટીંગ કરવામાં આવ્યું. સલામી સાથે રાષ્ટ્રગીત સવેઁએ ગાયું. આઝાદીના નારાથી સેન્ટરને ગુજાવી દીધું. મનુભાઇ પટેલે સ્વતંત્રતાના ઇતિહાસની ઝાંખી કરાવી. ફ્લેગ સાથે પરેડ કાઢવામાં આવી. આ પ્રસંગે ત્રણ અભિનય ગીતો મૃદુલાબેન પટેલની દોરવણી હેઠળ રજૂ કરાયા. જેમાં મૃદુલાબેન પટેલ, જ્યોત્સનાબેન, હસુમતીબેન, લલીતાબેન, લતાબેન, વનલીલાબેન, સરોજબેન, પ્રજ્ઞાબેન, રમાબેન, વીણાબેન, હંસાબેન, જ્યોતિબેન, સચીબેને ભાગ લીધો. દરેક બહેનોએ ખુબ જ ઉત્સાહથી ભાગ લઇ કાયૅક્રમને સુંદર અને સફળ બનાવ્યો. દરેક બહેનોએ રાષ્ટ્રીય તહેવારને અનુરૂપ સિમ્બોલ ધારણ કયૉ હતા. જ્યારે ભાઇઓમાં પ્રમોદભાઇ, અરવિંદભાઇ, ચંદ્રકાંતભાઇ, દુગૉરામ, ચંદ્રકાંત ઠક્કર, મયૂરભાઇ, રમેશભાઇ અને જયંતિભાઇએ પણ સુંદર અભિનય તેમજ સુંદર વસ્ત્ર પરિધાન કરીને ગીતમાં ભાગ લીધો હતો. તેઓની સાથે સેન્ટરના બીજા ઉત્સાહી ભાઇ-બહેનોએ પણ દેશભક્તિ ગીતો રજૂ કયૉ હતા. read more
 

સેકન્ડ ઇનીંગ મેડીકલ ડે કેર સેન્ટર નોથૅ બ્રુન્સવીક

ઉપરોક્ત તંદુરસ્ત-સ્વાસ્થય અને વૃધ્ધોની સેવાના પરમોધમૅથી રંગાયેલા માનવમંદિરમાં અનેક ધામિઁક, સામાજિક અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય તહેવારોનું ભવ્ય અને દબદબાપૂવકૅ ઉજવણી કરવામાં આવે છે. સંસ્થાના ભવદિયશ્રી અજયભાઇ પટેલની નિશ્રા અને માગૅદશૅન હેઠળ સંસ્થાએ પ્રગતિના સોપાના સર કયૉ છે. વૃધ્ધોની સેવા, પ્રભુ-ભગવાન-ઠાકોરજીની સેવાના ધ્યેયથી કદમ કદમ સફળતાની સિડીઓ ચડી રહ્યા છે. જાન્યુઆરીમાં માસમાં આવતા ગણતંત્ર દિનની ઉજવણી નિમિત્તે સ્ટાફના શિતલબેન અને વિરલ પટેલ(આણંદ)ના સહકારથી સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. ડો. આંબેડકર, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુના પોસ્ટર મુકવામાં આવ્યા હતા. સૌ વડિલો સંસ્થામાં ભારતીય પોષાક ધારણ કરી પધાયૉ હતા. સંસ્થાના બીગ સ્ક્રીન ઉપર રાષ્ટ્રભક્તિ અને આઝાદી સમયના દ્રશ્યો દેશભક્તિ ગીતો સાથે દશૉવવામાં આવ્યા હતા. સુંદર બેઠક વ્યવસ્થા તેમજ ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રભુ-પ્રાથૅના કરવામાં આવી. ભારતીય તિરંગા અને યુએસ રાષ્ટ્રધ્વજને નિયમ અનુસાર મુકવામાં આવ્યા. આ પ્રસંગે અજયભાઇએ આઝાદીનો ઇતિહાસ અંગે થોડી ચચૉ કરી સુંદર ઉદ્દબોધન કયુઁ. જ્યારે મહેશભાઇ જાનીએ પ્રસંગને અનુરૂપ અતિમહત્ત્વની માહિતી વડિલોને પૂરી પાડી. read more
 

ઇન્ડો-અમેરિકન કાઉન્સિલ ઓફ સિનીયસૅ ઓફ એડીસન

ઉપરોક્ત સંસ્થાના ઉપવનમાં પૂણૅ ખીલેલા એક પુષ્પને પરમકૃપાળુ પરમાત્માએ પોતાની ગોદમાં સમાવી લીધું. સંસ્થાના એકઝીક્યુટીવ વા. પ્રેસીડન્ટ જયકિશનભાઇ પટેલનું માદરે વતન ભારત મુકામે દુ:ખ અવસાન થયું છે. સંસ્થાએ પોતાનો સંનિષ્ઠ કાયૅકતૉ ગુમાવ્યો છે. ફિસાના અને આ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ફેબ્રુ-૧૪-૨૦૨૦ને શુક્રવારના રોજ ઉમિયાધામ, એડિસન મુકામે સદ્દગતના આત્માને પરમશાંતિ મળે તથા કુટુંબીજનો પર આવી પડેલ અણધાયૉ દુ:ખને સહન કરવાની શક્તિ મળે અથેઁ પ્રાથૅના સાથે શોકઠરાવ પસાર કરવા એકત્ર થયા. સૌપ્રથમ જયકિશનભાઇની તસ્વીરને પુષ્પાંજલિ અપીઁ, સૌ પોતાના સ્થાને ઉભા રહી બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અપીઁ હતી. read more
 

કેર ફોર એવર એડલ્ટ ડે કેર

કેર ફોર એવર એડલ્ટ ડે કેરના નવી ભવ્ય વ્યવસ્થામાં, દરેકને એમ લાગે કે પોતાના ઘરથી પણ વધારે સુવ્યવસ્થા મળી રહે છે. સવારે આવતા જ સ્વાગત સાથે ચા, નાસ્તા, કોફી, દૂધ અને અન્ય સામગ્રી મળે. મનગમતા જ્યુસ મળે, શરીરને અનુકૂળતા પ્રમાણેનું ભોજન મળે. મનોરંજન સાથે સમય પસાર હાય. અનેક રમતો રમાય. પ્રાથૅના, ભજન, હળવી કસરતથી માનસિક સમતુલાની જાળવણી થાય. ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં દરેકે ત્રણ કેસરી-લાલ, સફેદ, લીલો, રંગના વસ્ત્રો પહેરી ભાગ લીધો. ટેબલો પર ત્રિરંગાની સજાવટ-દિવાલો પર સ્વાતંત્ર્યસેનાનીઓના ચિત્રોની આબેહૂબ ગોઠવણી કરવામાં આવી. કમૅચારીગણે પણ ઉમંગથી દેશપ્રેમના નારા બોલી તિરંગા સાથે પ્રવેશ કયોઁ હતો. સુંદર પ્રવચન શ્રી વિઠ્ઠલભાઇએ કરી સૌમાં પ્રેરણા જગાવી હતી. read more
 

છપૈયાધામ પારસીપની મંદિરમાં પૂ. મોટા મહારાજશ્રી

શ્રી નર-નારાયણદેવ સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ સંચાલિત ન્યુજસીઁ, પારસપનીમાં આવેલા છપૈયાધામ તરીકે જાણીતા એવા આપણા હિંદુ સ્વામિનારાયણ મંદિરમાં તા. ૧૬મી ફેબ્રુઆરી રવિવાર, સાંજના ૫ થી ૮ દરમ્યાન પૂ. મોટા મહારજશ્રી,પૂ. ગાદિવાળા બાશ્રી તથા પૂ. બિંદુ રાજા અને બંને ધમૅકૂળના ભાણાશ્રી સાથે મંદિરના સૌના પ્રિય અને જાણીતા યુવાન મહંતશાસ્ત્રી સ્વામીશ્રી અભિષેકપ્રસાદ દાસજીના સાનિધ્યમાં સૌમ્યભૈયા તથા સુવૃતભૈયાને બથૅ ડે પાટેઁ સત્સંગ સભામાં ઉજવણી સૌ યુવાન કમીટીના સભ્યો તથા ભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ મુખ્ય સિંહાસનના સવેઁ દેવો સમક્ષ હોલમાં કંઇક કટીંગ સેરીમની, યજમાન પરીવારો સાથે હેપ્પી બથૅ ડે ટુ સૌમ્યભૈયા અને સુવૃતભૈયા, જુગ જુગ જીવોના ચાંટીંગ સાથે ઉજવણી કરવામાં આવી. પૂ. ગાદિવાળા બાશ્રી સાથે પૂ. બિંદુરાજા, પૂ. મોટા મહારાજશ્રીનું ભવ્ય ફુલહારથી સ્વાગત આજના બથૅ ડે પાટીઁના સેવા આપનાર યજમાનો દ્વારા કરવામાં આવ્યું હતું. read more
 

એલનટાઉન વડતાલધામમાં સત્સંગ

શ્રી નર-નારાયણ દેવ સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ, કાળુપુર ગાદિ સંચાલિત યુ.એસ.એ. માં એલનટાઉનમાં આવેલા વડતાલધામ તરીકે જાણીતા એવા આપણા હિંદુ સ્વામિનારાયણ મંદિરમાં શનિવાર સાંજે ૫ થી ૮ દરમ્યાન મહંતશાસ્ત્રી સ્વામી શ્રી મુની સ્વામીજીના સાનિધ્યમાં સત્સંગ સભાનું આયોજન સૌ ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ મંદિરના મુખ્ય હોલમાં સવેઁ દેવોના મુખ્ય સિંહાસનમાં બિરાજમાન સવેઁ દેવો સમક્ષ ધૂન તથા ભજનોથી હટલને ગૂંજતો રાખવા સૌયુવાન ભજન મંડળના ભક્તો દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આજના સત્સંગ પ્રસંગે સભામાં ઉપસ્થિત સૌ ભક્તોને ભારતથી પધારેલા મહંતશાસ્ત્રી સ્વામીશ્રી મુની સ્વામીજી દ્વારા કથાવાતૉનો લાભ પ્રાપ્ત થયો હતો. સત્સંગ પધારેલા મહાનુભવોનું ભવ્ય સ્વાગત પૂ. મહંતસ્વામીજી દ્વારા ફુલહારથી નવાજવામાં આવ્યા હતા. read more
 

ઇન્ડો અમેરિકન સિનીયર સિટીઝન સેન્ટર ઓફ ન્યુયોકૅ

ઉપરોક્ત સંસ્થા દ્વારા મકરસંક્રાતિનો કાયૅક્રમ જાન્યુઆરી ૧૨-૨૦૨૦ના રોજ ગુજરાતી સમાજ ઓફ ન્યુયોકૅના શ્રીમતી મણીબેન વી. મીસ્ત્રી સભાગૃહના હોલમાં યોજવામાં આવ્યો હતો. આશરે ૨૦૦ જેટલા સભાસદોની હાજરીમાં રાધિકાબેન પરીખ અને આશાબેન ધારીયાએ પ્રાથૅનાથી કાયૅક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ શ્રી મુકુંદભાઇ મહેતાએ સૌનું ઉમળકાભેર મધુર શબ્દોથી સ્વાગત કરતા નવા વષૅની શુભેચ્છા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે ૧૪મી જાન્યુઆરી મકર સંક્રાતિના દિવસે શિયાળાને અંત થઇ સ્પ્રીંગની શરૂઆત થાય છે. આ દિવસે સૂયૅ દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે જેથી તેને ઉત્તરાયણ તરીકે પણ ઓળખાય છે. પ્રસંગને અનુરૂપ જુદા જુદા કલરની પતંગો અને મકરસંક્રાતિની સાઇન, વિ. એક્ટીવ મેમ્બર જતીન ધારીયા બનાવીને દિવાલ ઉપર લગાડી પ્રસંગને સુશોભિત કયોઁ હતો. read more
 

બેનસાલેમમાં ૭૧મો ભારતીય પ્રજાસત્તાક દિન ઉજવાયો

જાન્યુઆરી ૨૫, ૨૦૨૦ના રોજ સાંજે 4 કલાકે બેનસાલેમ હાઇસ્કૂલના ઓડિટોરીયમમાં ૭૧મો ભારતીય પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રોગ્રામની શરૂઆતમાં ભારતીય ધ્વજ સાથે શશીકાન્ત પરીખ અને અમેરિકન ધ્વજ બેનસાલેમના મેયરશ્રી જોસેફ ડેજીરાલામો સરઘસ આકારે નિકળી સ્ટેજ પર ધ્વજરોપણ કરવામાં આવ્યું હતું. લગભગ ૧૨૮ બાળકોએ પરફોમન્સ કરી તમામને આનંદિત કરી દીધા હતા. સૌને સંસ્થાના કોમ્યુનિટી કાયૅની પ્રશંસા કરી હતી તેમજ શુભેચ્છા પાઠવી હતી. જાન્યુઆરી પાંચના રોજ મૃત્યુ પામેલ કોંગ્રેસમેન માઇક ફ્રીઝપેટ્રીકના આત્માને શાંતિ માટે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. તેમજ એમરી સેવા તરફથી લાઇફટાઇમ કોમ્યુનિટી એચિવમેન્ટ મરણોત્તર એવોડૅ બેનસાલેમ મેયરના હસ્તે તેમના ભાઇને અપૅણ કરવામાં આવ્યો હતો. સંતે સવેઁ ડીનર લઇ રવાના થયા હતા....(માહિતી: શશીકાન્ત પરીખ) read more
 

નરેશ શાહ આયોજીત વ્રજયાત્રા-૨૦૨૦

સતત પાંચમા વષૅમાં મંગલ પ્રવેશ. શ્રધ્ધાળુઓ ભક્તોને આનંદના સમાચાર કે હંમેશ મુજબ સવારે બસ ઉપડતી વેળાએ નાસ્તાની અને ફળાહરની વ્યવસ્થા અને બપોરે જમણની વ્યવસ્થા કરવામાં આવેલી છે. યાત્રા બસ દર મહિનાની પૂનમના રોજ સવારે ૮ કલાકે, ઇઝલીન પ્રેસબીટેરીયન ચચૅ(પબ્લિક પાકિઁગ)૧૨૯૫, ઓફ ટ્રી રોડ, ઇઝલીન, ન્યુજસીઁ-૦૮૮૩૦ થી ઉપડશે. દરેક યાત્રાળુઓએ બસ ઉપાડવાના ૧૫ મિનિટ પહેલા હાજર થવાનું રહેશે. ટિકિટોનું વેચાણ દર મહિનાની ૧લી તારીખે, સવારે ૧૧ કલાકે, વહેલા તે પહેલા ધોરણે, જે એન્ડ જી સલોન એન્ડ સ્પા, ૧૬૫ વુડ એવન્યુ,એડીસન, ન્યુજસીઁ-૦૮૮૨૦ પરથી થશે. ફોન ઉપર ટિકિટ બુકિંગ થશે નહિ જેની નોંધ લેશો. ટિકિટના દર(એક વ્યક્તિદીઠ ૭ ડોલર) આખા વષૅની નવ પૂનમોની ટિકિટના કુલ ૫૧ ડોલર, રોકડા ભરીને રીઝવૅ સીટ નંબરસાથે પણ ખરીદી શકશો. વધુ માહિતી માટે: ૭૩૨-૫૯૩-૭૭૭૧ નરેશ શાહ તથા પોપટલાલ પરીખ: ૭૩૨-૫૫૮-૭૨૩૬ નો સંપકૅ સાધવો. read more
 

સિનીયર સિટીઝન એસો. ઓફ હડસન કાઉન્ટી

ઇન્ડો- અમેરિકન સિનીયર સિટિઝન એશો. ઓફ હડસન કાઉન્ટી દ્વારા ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ને રવિવારે સંસ્થાના પ્રાંગણમાં પ્રજાસત્તાકા દિનની ઉજવણી કરવામાં આવી. આશરે ૧૫૦થી વધુ લોકોએ ભાગ લીધો અને રાયપુર ભજીયા હાઉસના ભજીયાનો રસાસ્વાદ માણ્યો.પ્રમુખશ્રી દિલીપભાઇ પરીખ, ઉપપ્રમુખશ્રી રસેશ શાહ, શ્રી કૌશિક અમીન, શ્રી રવિ પરીખ, શ્રી ચંદ્રકાંત ભટ્ટ, શ્રી દિનેશ પંડ્યા, શ્રી મહેન્દ્રભાઇ શાહ, શ્રી દેવરાજભાઇ, શ્રી નટુભાઇ પટેલ, શ્રી મહીડા, શ્રી હસમુખ પટેલ સાથે તમામ ભૂ.પૂ.પ્રમુખશ્રીઓ, જુદી જુદી ઇન્સ્યુરન્સ કંપનીના અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઇ. આ પ્રસંગે મણીબેન પટેલે નાના ભૂલકાઓને તૈયાર કરીને ડાન્સ કરાવેલ અને સુંદર રષ્ટ્રભકિતના ગીતો દ્વારા પ્રોગ્રામને સફળતા અપાવેલ. શ્રી કૌશિકઅમીનનું શાનદાર વકતવ્ય રહ્યું. શ્રી ભીખુભાઇ પટેલે પ્રજાસત્તાક દિન વિષે સુંદર વકતવ્ય આપ્યું જ્યારે રવિ પરીખે અમેરિકન સેન્સેક્ષ વિષે સુંદર રજુઆત કરી. શ્રી રસેશભાઇ શાહે પણ પોતાનું મનનીય વકતવ્ય રજુ કયુઁ. read more
 

કલીફટન સિનીયર એસોશિએસન –બથૅડે સેલીબ્રેશન

કલીફટન એશો.ના સભ્યોનો સમુહ જન્મદિવસ બીજી ફેબ્રુઆરી ૨૦૨૦ને રવિવારના રોજ સંસ્થા ખાતે ઉજવવામાં આવ્યો. બથૅડે સેલીબ્રેશન વખતે મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં એશો.ના પ્રમુખશ્રી ભરત રાણાએ પધારેલ સભ્યો અને આમંત્રિત મહેમાનોને આવકાયૉ, ત્યારબાદ જણાવેલ કે જેનાથી સભ્યોને એકબીજાથી નજીક લાવી પરસ્પરનો સંપકૅ વધે અને તેમના સાથ-સહકારથી એશો.ની પ્રવૃત્તિને વેગ મળે તે માટે સ્તુત્ય પગલું ભરવામાં આવ્યું છે. પ્રોગ્રામ દરમ્યાનસભ્યોએ પોતાની સંગીત ટેલેન્ટને રજૂ કરી સહુને મનોરંજન પુરું પાડ્યું હતું. એશો.ના ઉપપ્રમુખ જયેશ ગાંધીએ કમિટીના સભ્યોની ઓળખાણ આપી સ્પોન્સસૅ અને દાતાઓનો આભાર માન્યો હતો. અંતે સૌએ સાથે મળીને પાઉભાજી, વેજબિરયાની, કેક,કુકી અને એકબીજાને ચોકલેટ ખવડાવી ફરી મળીશુ ના કોલ સાથે રવાના થયા હતા....(માહિતી: ભરત રાણા) read more
 

ઇન્ડો-અમેરિકન સિનીયસૅ એસો. ઓફ વુડબ્રીજ ટાઉનશીપ

ઉપરોક્ત સંસ્થાના સભ્યો માટેની આગામી બથૅ ડે પાટીઁ તા. ૨૪ માચૅ, રવિવારે સાંજે ૫ થી ૮ દરમ્યાન વાત્સલ્ય ડે કેર, ૧૪૧૨, સ્ટેલટન રોડ, પીસ્કાટવેમાં રાખવામાં આવી છે. જે સભ્યોશ્રીઓની જાન્યુ-ફેબ્રુઆરી તથા માચૅ માસમાં જન્મ તારીખ આવતી હોય તે સૌ સભ્યોશ્રી અનસૂયાબેન અમીન: ૭૩૨-૮૮૧-૧૯૭૫ ઉપર ફોન કરી રજીસ્ટ્રેશન કરાવે તેવી વિનંતી છે. હાજર સભ્યોમાંથી જે સભ્યોના ૭૫,૮૦ કે ૮૫ વષૅ આ વષેઁ પૂરા થતાં હશે તેમનું વિશેષ સન્માન કરવામાં આવશે. read more
 

વ્રજ -બસ યાત્રા

એપ્રિલ 8 ને બુધવારે ચૈત્ર માસની પૂનમને રોજ આઇસોન્ઝ તરફથી વ્રજમંદિર માટે શ્રી ઉમિયા મંદિરથી સવારે 8 કલાકે બસ ઉપાડનાર છે. જે કોઇ સભ્યશ્રીઓએ આ વ્રજયાત્રાનો લાભ લેવો હોય તેમણે શ્રી સુભાષભાઇ શાહ: ૭૩૨-૮૭૫-૮૬૮૮ અથવા શ્રી અનસૂયાબેન અમીન: ૭૩૨-૮૮૮-૧૯૭૫ને નામ નોંધાવી, બસની ટિકિટ મેળવી લેવા વિનંતી છે. એપ્રિલ માસની તથા ૮ માસની ટિકિટો મેળવવા માચૅ ૨૪-૨૦૨૦ના રોજ બપોરે ૩-૦૦ કલાક પછી સુભાષભાઇ શાહ: ૭૩૨-૮૭૫-૮૬૮૮ ઉપર સંપકૅ સાધી મેળવી લેવા વિનંતી...(માહિતી: મધુસૂદન બુટાલા) read more
 

વુડબ્રીજ એસો.-વીમેન્સ વીંગ

આઇસોન્ઝ અંતગૅત વુમેન્સ વીંગની ૨૦૨૦ની પ્રથમ બેઠક તા. ૮ માચૅને રવિવારે સાંજે ૫ થી ૮ દરમ્યાન ગોલ્ડન ઇરા ડે કેર સેન્ટરમાં મળનાર છે. જેમાં એસો.ની મહિલા સભ્યો સામજિક મુદ્દા ઉપર ચચૉ કરશે. તે ઉપરાંત રેફલ અને અન્ય રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી રમાબેન ઠાકર અતિથિવિશેષ તરીકે હાજર રહી વીમેન્સ વીંગની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરશે. જેઓને અગાઉથી વાતૉ વાંચવી હશે તે કો. ઓડિઁનેટર ભગવતીબેન શાહ: ૭૩૨-૪૭૬-૯૧૦૨ ઉપર સંપકૅ સાધવાથી મેળવી શકશે. વુડબ્રીજ એસો.ની મહિલા સભ્યોએ રજીસ્ટ્રેશન કરાવવા માટે શ્રી અનસૂયા અમીનનો: ૭૩૨-૮૮૧-૧૯૭૫ ફોન કરી સંપકૅ કરવા વિનંતી છે. read more
 

સ્પોટૅ ન્યુ ઇન્ડિયા આયોજીત ‘ગણતંત્ર દિન’ કાયૅક્રમ સંપન્ન

નૉન પ્રોફિટીબલ ઓગેઁનાઇઝેશન દ્વારા આયોજીત સ્પોટૅ ન્યુ ઇન્ડિયા કાયૅક્રમનું સુંદર આયોજન સ્વામિનારાયણ વડતાલધામ સમરસેટમાં ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ને રવિવારના રોજ કરાયું હતું. કાયૅક્રમની રાષ્ટ્રીય ધ્વજવંદન સાથે નવરંગ નૃત્ય એકેડમી તકિઁશ દ્વારા લાઇવ પ્રોગ્રામ રજુ થયો, જેમાં બાલિકાઓનો નૃત્ય નાટિકામાં ભારતીય સંસ્કૃતિનો ધબકાર રજુ કયોઁ હતો. ક્રીસ એન્ટરટેઇનમેન્ટના પ્રયોજક શ્રી ઉમેશ અને ડો. તુષાર પટેલ દ્વારા દેશપ્રેમના ગીતોએ સંગીતના સૂર સાથે સૌને મંત્રમુગ્ધ કયૉ. સ્પોટૅ ન્યુ ઇન્ડિયાના વા. ચેરેમેન શ્રી પિયુષભાઇએ સંસ્થાને લગતી રૂપરેખા આપી ઇન્ડિયામાં ચાલતા આ નેટવકૅની સમજ આપી હતી. દેશના છેવાડે રહેતા આથિઁક રીતે પીડાતા આદિવાસી લોકોને મદદરૂપ થવા અને ગરીબ બહેનોના શિક્ષણ આપવાં આપણે આ નોટ પ્રોફિટીબલ સંસ્થાને મદદરૂપ થવા જણાવ્યું હતું. read more
 

મનરો એડલ્ટ ડે કેર

મનરો એડલ્ટ ડે કેરમાં છેલ્લા થોડા સપ્તાહમાં નોંધપાત્ર થોડા પ્રસંગો ઉજવાયા તે નીચે મુજબ વણૅવી શકાય. સૌ પ્રથમ સિનેમાઘરમાં એક મુવી જોવા જવાનું ગોઠવાયું. ‘તાનાજી’ ઐતિહાસિક મુવી. મહારાષ્ટ્રના શિવાજીના સમયની. વડિલોને ખૂબ જ પસંદ આવી. ત્યારબાદ ૨૬મી જાન્યુઆરી. પ્રજાસત્તાક દિનની ઉજવણી ભવ્ય રીતે કરાઇ. રાષ્ટ્રગીત બાદ સલામી અપાઇ અને પ્રસંગને અનુરૂપ વડિલોએ સુંદર દેશ ભક્તિના ગીતો ગાયા. સૌએ સાથે હળીમળીને આઝાદી પવૅની ઉજવણી કરી. સૌએ સાથે હળીમળીને આઝાદી પવૅની ઉજવણી કરી. ત્યારબાદ વેલેન્ટાઇન ડે.... read more

ફોટો ગેલેરી

     
NEW YEAR 2017 Swaminarayan Mandir, Shikago GSFC Valentine Day Celebration
કાળું નાણું Senior Citizens Of Shikago California- Finics Tour
Indian Republic day 2019 nimish jaanee ellinois ripublican Gujarati Senior Society
United Senior Parivaar, Valentine Day Celebration California Shrinaathajee Haveli Ygya DFW Gujarati Samaaj

વિડીઓ