Date: 2/1/2020

સેવા એડલ્ટ ડે કેર

ઉપરોક્ત સંસ્થા એટલે વડિલોનું મનગમતું સ્થળ. જ્યાં જેઓ સઘળી ચિંતાથી મુક્ત મને પાંચ કલાક હસી-ખુશી અને આનંદથી પસાર કરે છે. જેનો સંપૂણૅ યશ શ્રી અજયભાઇ, સાજનભાઇ તથા સ્ટાફના સવેઁને આપીએ તો તેમાં જરાય પણ અતિશયોક્તિ નથી. વષૅ ૨૦૧૯ના પૂણૅ થતા વષૅનો આખરી પ્રોગ્રામ એટલે ક્રિસમસ. ડે કેરમાં પણ તા. ૨૧ ડિસેમ્બરે નાતાલની પાટીઁનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ડેકોરેશન પણ ખુબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું. વડિલો તેમના કુટુંબીજનો તથા મિત્રો સાથે લાલ લીલા વસ્ત્રોમાં સજ્જ થઇને આવી પહોંચ્યા હતા. સરસ મજાનું એપીટાઇઝર આરોગી સૌ આતુરતાપૂવૅક કાયૅક્રમનો આનંદ મેળવવા ગોઠવાઇ ગયા હતા. દરેક ટેબલોનું ડેકોરેશન પણ પ્રસંગને અનુરૂપ કરવામાં આવ્યું હતું. સંગીત પાટીઁના શ્રી પ્રકાશભાઇ પરમાર તથા શીવાની બહેને જૂના ફિલ્મીગીતોનો દોર ચાલુ કયોઁ અને વડિલો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. નાચગાનનો માહોલ ખૂબ જ સરસ મજાનો જામ્યો હતો. દરેકના મોં પર જુવાન પણ શરમાઇ જાય તેવો ઉત્સાહ નાચવાનો તરવરતો જોવા મળ્યો હતો. દરેક ક્ષણને વડિલો આનંદથી વધાવી રહ્યા હતા. મેંગ્લોરી શાળાના વિધાથીઁ અને વિધાથીઁનીઓએ સુંદર મજાના ગીતોની રજુઆત કરી હતી. ક્રીસમસ સોંગ્સ પૂણૅ થતા સાન્ટા પણ ઘંટડી વગાડતા હોલમાં દાખલ થયા અને સૌએ આનંદથી ચિચિયારી કરી હતી. શ્રી વિજયભાઇ અમીન સાન્ટા બનીને આવ્યા હતા. read more
 

સિનીયસૅ એસોશિએશન ઓફ શેયરવિલ

ઉપરોક્ત સંસ્થા દ્વારા બુધવાર, ૨૨મી જાન્યુઆરીના રોજ શેયરવિલના સિનીયસ સેન્ટરમાં ભારતના ૭૧મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી એરિસ્ટા કેર નસિઁગ હોમના શ્રીમતિ રમાબેન ઠાકર અને શ્રી મુકુંદ ઠાકરના સહકારથી સંસ્થાના પ્રમુખ શ્રી સુભાષ દોશીના સંચાલન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખશ્રીએ સૌને આવકાયૉ બાદ શ્રી મુકુંદભાઇ ઠાકરે પોતાના વ્યકતવ્યમાં દેશહિત માટે એકઝૂટ થઇ બંધારણ અને સરકારશ્રીને સહકાર આપવા અનુમોદન કયુઁ હતું. શ્રી નવિનભાઇ કડકિયાએ સ્વરચિત રાષ્ટ્રભક્તિસભર ગીત રજુ કરી દેશદાઝ માટે સૌને પ્રેરિત કયૉ હતા.તે ઉપરાંત શ્રી અમૃતભાઇ હઝારીએ પ્રજાસત્તાક દિનની વિગતો રજુ કરી દેશહિતમાટે એકઝૂટ થવા સૌને અનુરોધ કયોઁ હતો. બાદમાં રફી વોઇસથી જાણીતા શ્રી ઉમેશ પટેલ અને જાણીતા ગાયક શ્રીમતી રૂપા ગાંધીના સુમધુર સ્વરોથી રાષ્ટ્રગીતો ઉપરાંત ઘણાબધા ગીતો તથા અન્ય ગેતો રજુ કરીને સૌને રાષ્ટ્રભક્તિ માટે ૫૩એરિત કયૉ હતા. read more
 

કેર ફોર એવર એડલ્ટ ડે કેર

આ સંસ્થામાં જ્યાં તન, મન ધન, સન્માનથી દરેકનું ધ્યાન રખાતું હોય, જ્યાં શાંતિમય વાતાવરણ પ્રાપ્ત થયું હોય તેમાં જોડાવું સૌભાગ્ય છે. ડીસેમ્બર માસમાં તા. ૨૫ અને તા. 31 નવા વષૅના સ્વાગત માટે શાંતાક્લોઝ સહિત તમામ કમૅચારીઓએ ૨૦૨૦ સાલ ધરાવતી કેપ પહેરીને વાજતેગાજતે દરવાજેથી પ્રવેશ કરી સુંદર વાતાવરણ ઉભું કયુઁ. દરેકને નાતાલની ઉજવણીની ભેટ સહિત પ્રાપ્ત થઇ. ૨૭ ડિસેમ્બરના રોજ નવ વ્યક્તિઓનો કમૅચારીઓએ જન્મદિવસ ઉજવણી કરી-સુંદર ગીત સાથે આશીવૉદ આપ્યા. નવા વષૅના બીજા દિવસે એડીશનમાં જેના વડે સંગીત ક્લાસ ચલાવી તાલિમ આપવામાં આવે છે તે ગંપના પાંચ ભાઇ બહેનોએ સુંદર જુના નવા ગીતો ગરબાના કાયૅક્રમમાં દરેકને ભાવવિભોર ત્રણ કલાક સુધી કયૉ. તેમાં ૧૦ વષૅની ઉંમરના ધ્રુવે સુંદર સ્વરમાં બે ગીતો ગાઇ બતાવ્યા. તે દરેકનું અભિવાદન સુંદર શબ્દોથી કરવામાં આવ્યું. તા. ૧૩મીએ શ્રી ગોપાલભાઇ ગાયત્રી પરિજન જેમણે ચાર વષૅથી દ્રષ્ટિ ગુમાવી છે જે સંસ્થામાં સભ્ય છે તેમની સાથે શ્રી વસુબેન બંનેની જન્મદિનની ઉજવણી કરી. શ્રી ગોપાલભાઇએ ગીત ગાયું અને શ્રી ગુરુદેવના લખાયેલ પુસ્તકોની ભેટ તેમના હાથે દરેકને અપાઇ. તા. ૧૪ જાન્યુઆરીએ પતંગોનું અગાઉથી સુંદર દિવાલો પર આકષૅક ગોઠવણી કરી. પતંગોને દોર બાંધી પતંગ ચગાવવાની મઝા માણી. પતંગને લગતા ચલચિત્રોના ગીતો ગવાયા. અને પતંગ ઉપર ૧૫ પ્રશ્ર્નોના જવાબ દરેકે આપ્યા. તા. ૨૦મીના રોજ ત્રણ કમૅચારીઓ જેમાં શ્રી નિલમ, શ્રી ગરીષ્મા, શ્રી મનિષાની મેરેજ એનીવસૅરી ગાયત્રી પરિવાર કે લગ્ન જેવો માહોલ બનાવી મંત્રો સાથે લગ્નવિધિ કરાવી આ ઉજાવણીનું મહત્તા સમજાવી, દરેકને આશીઁવાદ આપવામાં આવ્યા.આ માસમાં બાલાજી મંદિર બ્રીજવોટરમાં દશૅન માટે તથા ગુરુવારે ગાયત્રી મંદિરે દશૅન કયૉ. તે જ દિવસે બે શ્રી અતુલભાઇ તથા શ્રી નિલમબેન બંનેના જન્મદિનની ઉજવણી થઇ ગાયત્રી મંદિરમાં શ્રી સુબોધભાઇએબંને રક્ષાસૂત્ર બાંધી તિલક કરી જન્મદિનના ગીત સાથે આશીઁવાદ આપ્યા. read more
 

સિનીયસૅ એસોશિએશન ઓફ શેયરવિલ

ઉપરોક્ત સંસ્થા દ્વારા બુધવાર, ૨૨મી જાન્યુઆરીના રોજ શેયરવિલના સિનીયસ સેન્ટરમાં ભારતના ૭૧મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી એરિસ્ટા કેર નસિઁગ હોમના શ્રીમતિ રમાબેન ઠાકર અને શ્રી મુકુંદ ઠાકરના સહકારથી સંસ્થાના પ્રમુખ શ્રી સુભાષ દોશીના સંચાલન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખશ્રીએ સૌને આવકાયૉ બાદ શ્રી મુકુંદભાઇ ઠાકરે પોતાના વ્યકતવ્યમાં દેશહિત માટે એકઝૂટ થઇ બંધારણ અને સરકારશ્રીને સહકાર આપવા અનુમોદન કયુઁ હતું. શ્રી નવિનભાઇ કડકિયાએ સ્વરચિત રાષ્ટ્રભક્તિસભર ગીત રજુ કરી દેશદાઝ માટે સૌને પ્રેરિત કયૉ હતા.તે ઉપરાંત શ્રી અમૃતભાઇ હઝારીએ પ્રજાસત્તાક દિનની વિગતો રજુ કરી દેશહિતમાટે એકઝૂટ થવા સૌને અનુરોધ કયોઁ હતો. બાદમાં રફી વોઇસથી જાણીતા શ્રી ઉમેશ પટેલ અને જાણીતા ગાયક શ્રીમતી રૂપા ગાંધીના સુમધુર સ્વરોથી રાષ્ટ્રગીતો ઉપરાંત ઘણાબધા ગીતો તથા અન્ય ગેતો રજુ કરીને સૌને રાષ્ટ્રભક્તિ માટે ૫૩એરિત કયૉ હતા. રાષ્ટ્રભક્તિ ગીતો પછી શ્રીમતી રમાબેન ઠાકરના હસ્તે ભારતના રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત ગાઇ સૌ સિનીયર એકસાથે સ્વરબધ્ધ રીતે ગાઇને રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી ભારતમાતા કી જય અને આઝાદી અમર રહોના નારા જોરશોરથી લગાવ્યા હતા. બાદમાં પણ શ્રી ઉમેશ પટેલ અને શ્રીમતી રૂપા ગાંધીએ અન્ય રાષ્ટ્રગીતો ગાઇ સૌને માતૃભૂમિ ભારત માતાની યાદ અપાવી હતી. read more
 

ઇન્ડો અમેરિકન સિનીયર સિટીઝન સેન્ટર ઓફ ન્યૂયોકૅ

ઉપરોક્ત સંસ્થા દ્વારા આયોજીત પનામા કેનાલનો પ્રવાસ કાયૅક્રમ નોવેઁજીયન ડાઉનની વિશાળ બોટમાં ૨૩૩ મેમ્બસૅ સાથે ક્રુઝનો પ્રવાસ સાંપડ્યો તેનો ટુંકો અહેવાલ પ્રસ્તુત છે. બોટ ઉપડવાના દિવસે સૌના હૈયા હરખઘેલા થઇ ગયા. ગુજરાતી સમાજના હોલમાં ચા-નાસ્તાનો કાયૅક્રમ પ્રમુખશ્રી હષૅદભાઇ પટેલ્ના સૌજન્ય અને આમંત્રણથી હતો. તે માટે સમાજનો ખૂબ ખૂબ આભાર. ત્યાંથી ડોક ઉપર જવા માટે બસોની પણ સુંદર વ્યવસ્થા કરાઇ હતી. ૧૬૫ સ્ભ્યોએ તેનો લાભ લીધો હતો અને બાકીના સીધા ડોક પર પહોંચી ગયા. બોટની વ્હીસલ વાગી અને પ્રયાણ શરૂ થયું. તે દિવસે રાત્રે જ બોટના સ્ટરડસ્ટ થિયેટરમાં પ્રમુખશ્રી મુકુંદભાઇ મહેતાએ સૌનું સ્વાગત કયુઁ. ઉપપ્રમુખ શ્રી પંકજભાઇ પરીખે બોટના પ્રવાસની અને અન્ય માહિતી આપી. ત્યારબાદ બોટમાં નવેમ્બર માસની વષૅગાંઠ અને લગ્નની એનીવસૅરી ઉજવાઇ. ત્રણ દિવસના સતત દરિયાઇ પ્રવાસ ખેડ્યા બાદ બોટ કુરાકો પહોંચી અને ત્યાંથી અમારી એક્ષક્રુઝન ટુરનો પ્રથમ પ્રવાસ શરૂ થયો. શ્રી હેમંત શેઠ જેઓ સુંદર ગાયક, ડાન્સર અને ડ્રામા આટીઁસ્ટ છે. તેઓ પણ અમારા ગૃપમાં સાથે જ હતા. નવા નવા સુંદર આકષૅક વસ્ત્રો પરીધાન કરીનો જૂના ગીતો ગાવાનો દોર શરૂ કયોઁ. સૌ સિનીયરોને યુવનીના દિવસો યાદ કરાવી દીધા. દરરોજ રાત્રે પુલ ઉપરની ખુલ્લી હવામાં ગીતો, ગઝલ, શાયરી, બોલીવુડ, રાસ-ગરબા, કાકા બાપાના વિગેરે ગીતોએ મ્યુઝીક સાથે ધૂમ મચાવી દીધી. સૌના ચહેરા ઉપર આનંદની લહેરખી છવાઇ ગઇ. પ્રી. રેકોડેઁડ સંગીતે સોનામાં સુગંધ ભેળવી. જતીન ધારીઆ ઇસીમેમ્બર એ સાઉન્ડ સીસ્ટમનું કામ સફળતાપૂવૅક નિભાવ્યું. ડો. આર.પી. અને બીનીતા શાહે ‘બુકાની બાંધેલો સ્નોમેન’ નામનું નાનકડું નાટક રજૂ કયુઁ હતું. સૌએ તે દંપતિને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. અન્ય મેમ્બરોએ પણ ગીતો, વાતૉઓ, એંતકડી, ભજન જોક્સ વિગેરે દ્વારા પોતાની આવડત બતાવી. સૌને આનંદિત કયૉ. read more
 

૭૧મા રીપબ્લિક ડેની ઉજવણી ઇન્ડીયન-અમેરિકન કોમ્યુનીટી ઓફ નોથૅ અમેરિકા

ઉપરોક્ત સંસ્થા દ્વારા ૨૬ જાન્યુઆરી ૨૦૨૦, રવિવારે રોયલ આલ્બટૅ પેલેસ ખાતે ભારતના લોકશાહી દિવસની ઉજવણી, સવારે ૧૦ થી બપોરે ૨ વાગ્યા સુધીમાં ગોઠવી હતી. જેની લગભગ ૨૦૦ જેટલા સિનીયરો, યુવાનો અને બાળકોની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ઓપન ટુ પબ્લિક, ફ્રી એન્ટ્રીના એલાનથી કરવામાં આવી હતી.(એપેટાઇઝર અને લંચ સાથે) કાયૅક્રમમાં ભાગ લેવા ઉત્સુકો ધીમેધીમે આવતા હતા. કાયૅક્રમ લગભગ ૧૧-૩૦ની આસપાસ શરૂ થયો હતો. એપેટાઇઝર સવૅ કરાયા હતા. અમેરિકન રાષ્ટ્રગીત ગવાયા બાદ ભારતીય રાષ્ટ્રગીત ગવાયું હતું. ત્યારબાદ રોયલ આલ્બટૅ પેલેસના ગ્રાઉન્ડમાં હાજર આમંત્રિત મહેમાનો અને ભારતીયોની એક પરેડ યોજાઇ હતી. શરૂઆત સરસ, આનંદિત વાતાવરણમાં થઇ હતી. પરેડ પછી સૌ ફરી મેઇન હોલમાં ભેગા થયા હતા. કાયૅક્રમનું સંચાલન મીસ્ટર જુનન કાઝીને સોંપવામાં આવ્યું હતું. read more
 

ભારતના લોકસત્તાદિનની ઉજવણી

ઇન્ડો અમેરિકન સિનીયર સીટીઝન એશો. ઓફ પીસ્કાટવે ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ અને શુક્રવારે લાયબ્રેરી હોલમાં આમંત્રિત મહેમાનોની હાજરીમાં પોતાના કમીટી મેમ્બરો અને મેમ્બસોઁ સાથે રીપબ્લિક ડે નો આનંદોત્સવ તરીકે ઉજવ્યો હતો. રીપબ્લિક- લોકસત્તા રાજ્ય એટલે લોકોનું, લોકો માટે, લોકો દ્વારા ચાલતું રાજ્ય. ભારતે અંગ્રેજો પાસે આઝાદી ૧૫, ઓગસ્ટ,૧૯૪૭ના દિવસે મેળવી અને ત્યારબાદ પોતાનું કોન્સ્ટીટ્યુશન, ડો. આંબેડકરના અધ્યક્ષપણા હેઠળ બનાવીને તેને અમલમાં મુક્યું. જાન્યુઆરી ૨૬, ૧૯૫૦ના દિવસે પેપર ઉપર સાચી લોકશાહી..પ્રેકટીકલી, વિચારવું પડે તેવી લોકશાહી..પોલીટીકલ. સવારે ૧૦ વાગ્યે ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. માનવંતા મહેમાનોમાં હતા.. પીસ્કાટવે સીટીના માનનીય મેયરશ્રી બ્રાયલ સી. વેહલર, જેઓ તેમની ઓફિશ્યલ ડ્યુટીમાં વોશીંગ્ટન ડી.સી.માં વ્યસ્ત હતા. અને હાજર રહી શક્યા નહોતા, તેમણે શુભસંદેશો મોકલીને સમારંભની સફળતા ઇચ્છી હતી. ધ્વજવંદન માટે સમાજના અગ્રણી અને ગુજરાત દપૅણ માસિક મેગેઝિનના ઓનર-એડીટરશ્રી સુભાષ શાહને આમંત્રિત કયૉ હતા. પરંતુ તેમના બીજા અગત્યના રોકાણને કારણે આવી શક્યા નહોતા. બીજા મહાનુભવોમાં પીસ્કાટવે સીટીમાં ભારતીય રીપ્રેઝન્ટેટીવ કાઉન્સીલર શ્રી કપિલ શાહ, પીસ્કાટવે સીટીના પોલીસ ડીપાટૅમેન્ટના કેપ્ટન શ્રી થોમસ મોસીયર, કેપ્ટન શ્રી વોરન મોટીસન, સિનીયર સીટીઝન મીસ કેરોલ સમાજસેવક શ્રી મુકુંદ ઠાકર, શ્રીમતિ રમાબેન ઠાકર, શ્રી પોપટ પટેલ અને હરહંમેશ મદદ માટે તૈયાર પીસ્કાટવે લાયબ્રેરીના ડીરેક્ટર મીસ હેક્રી ક્ફેમર અને મીસ એમી બાવર હતા. read more
 

સ્ટલિઁગ એડલ્ટ એન્ડ મેડિકલ ડે કેર સેન્ટરમાં નૂતન વષૅની ધમાકેદાર ઉજવણી

ન્યુજસીઁના નોથૅબ્રુન્સવીક મધ્યે આવેલ સ્ટલિઁગ એડલ્ટ એન્ડ મેડિકલ ડે કેર સેન્ટરે આ વષેઁ તેનો દશાબ્દિ વષૅની ભવ્યાતિભવ્ય ઉજવણી કરી. આ ચિરંજજીવ ઉજવણી સાથે સેન્ટર મારફતે પ્રત્યેક માસે અદ્દ્ભુત અને આશ્ર્ચયૅજનક એવા સુંદર કાયૅક્રમો આયોજિત કરીને સેન્ટરના સહુ સહભાગી વરિષ્ઠોના જીવનમાં યાદગાર ભાથું ભરી દીધું. આ સેન્ટરનું ધરેલું વાતાવરણ સહુ કલાયન્ટોને ઘર કરતા પણ અધિક મનભાવન હોવાનું પ્રતીતિ થઇ રહેલ છે. આ સેન્ટરના સંચાલક અને તેમના સ્ટાફ દ્વારા પ્રત્યેક વરીષ્ઠોની પ્રતિદિન અંગત દેખરેખ અને ખબર અંતરની પૃચ્છાથી સહુને તૃપ્તિનો અને પોતાનું ઘર હોવાનો અહેસાસ થઇ રહેલ છે. read more
 

સિનીયર એસોશિએસન ઓફ ઓલ્ડબ્રીજ

ઉપરોક્ત સંસ્થા દ્વારા ૨૯ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ભારતના ‘રી પબ્લિક ડે’ની ઉજવણી ‘આનંદોત્સવ’ તરીકે કરી હતી. ‘લોકશાસન’ કે પ્રજાસત્તાક રાજ્યતંત્રની વ્યાખ્યાને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦માં અમલમાં મુક્યું હતું. લોકોનું, લોકો માટે, લોકો દ્વારા ચલાવાતું રાજ્યતંત્ર એટલે લોકશાહિ...પ્રજાસત્તાક રાજ્ય. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે ભારતને અંગ્રેજો પાસેથી ‘આઝાદી’ મળી હતી. જેને ભારત ‘આઝાદી-ઇન્ડીપેન્ડન્ટસ’ દિવસ તરીકે મનાવે છે, ઉજવે છે. દેશપ્રેમ અને માતૃભૂમિને માટેનો પ્રેમ, અમેરિકા સ્થિત ભારતીયોને દેશના બંને દિવસોને ઉજવવા માટે આનંદ આપે છે જે આજે ઓલ્ડબ્રિજના સિનીયર મેમ્બરોએ બતાવ્યું હતું. ઓલ્ડબ્રીજ ટાઉનશીપની લાયબ્રેરીના મીટીંગ હોલમાં આ ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખશ્રી કેશવજી ગડા તેમની નાદુરસ્ત તબિયતને કારણે હાજર રહી શક્યા નહોતા. કાયૅક્રમની શરૂઆત વાઇસ પ્રેસીડન્ટશ્રી જીતુભાઇ વજાણીએ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરીને આવકાયૉ હતા. તેમણે શ્રી કેશુભાઇ ગડાની બાયપાસ સજૅરીની વાત કહી હતી. તેમની તબિયતની રીકવરી માટે શુભેચ્છા પાઠવી હતી. શ્રી ચંદ્રકાન્ત દેસાઇ, સુભાષભાઇ દોશી, કિશનભાઇ બારડોલીઆ, ડો. અરૂણભાઇ મહેતા સાથે હતા. રીપબ્લિક દિવસ, ગાંધીજીની મૃત્યુદિન નિવૉણદિવસ, ૧૪મી જાન્યુઆરી અને ૩૦ જાન્યુઆરીએ વસંતપંચમીને ઉજવી હતી. દક્ષાબેને સભા સંચાલન કયુઁ હતું. read more
 

જસ્ટલાઇક હોમ એડલ્ટ ડે કેર સેન્ટર-સેયરવિલ

ઉપરોક્ત સંસ્થા દ્વારા વિવિધ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ થેન્કસગીવીંગ ટાણે આભારની લાગણી પ્રદશિઁત કરવાની પરંપરા જાળવી રાખી. ત્યારબાદ ક્રીસમસની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. રજાઓની હારમાળા દરમ્યાન સ્નેહીજનો પરસ્પર શુભેચ્છા પાઠવતા રહે છે. અને અવનવા વ્યંજનો આરોગેછે. અમારા સેન્ટરમાં પણ ક્રીસમસની પરંપરાગત ઉજવણી પ્રતિ વષેઁ કરવામાં આવે છે. શ્રી ધીરુભાઇએ ગીતાપાઠ પછી સદર તહેવારની ઉજવણી અને તેના મહત્ત્વ વિષે અછડનો ઉલ્લેખ કયોઁ. શાન્તાક્લોઝના આગમન પૂવેઁ સુશ્રી સરોજબેને પૂ. ઓઝા સાહેબની રચનાનું પઠન કયુઁ. જે કણૅપ્રિય બની રહ્યું. તે પછી તુરત જ સાન્તાક્લોઝનું આગમન થયું. સુ. શ્રી કેરને ખૂબ જ રસપૂવૅક અને ગંભીરતાથી સૌ સભ્યોની સાન્તાકલોઝા સાથ અલગ અલગ ગૃપમાં ફોટોગ્રાફીની જહેમત ઉઠાવી અને સૌને સુંદર ફોટોમાં સાંકળી લીધી. આ દિવસે સુશ્રી ભક્તિબેનની ટીમે ખૂબ જ પ્રેમપૂવૅક વિવિધ વ્યંજનોથી ભરેલ થાળ સૌને પીરસ્યો અને સૌને ખુશ કયૉ. સદર ઉજવણી પછી સૌએ તેજ ગતિથી નૂતનવષેઁ પ્રતિપ્રયાણ કયુઁ અને જોતજોતામાં ગુડબાય ૨૦૧૯ અને વેલકમ ૨૦૨૦નો દિવસ આવી પહોંચ્યો. જેની ઉજવણી ખૂબ વિશિષ્ટ રીતે કરવામાં આવી છે. read more
 

મનરો એડલ્ટ ડે કેર

છેલ્લા થોડા સપ્તાહમાં બે મુખ્ય તહેવારો આવ્યા, જે આખા વષૅના શિરમોર કહી શકાય. ભલે ભારતીય નહીં, અમેરિકન. પણ આપણે બધા જ અહેવારો ઉમંગ ઉત્સાહથી ઉજવીએ છીએ. આખા વિશ્ર્વમાં અને ભારતમાં પણ આ તહેવારો ઉત્સાહથી ઉજવાય છે. આ તહેવારો ક્રિસમસ એટલે નાતાલ. જિસસ ક્રાઇસ્ટનો જન્મદિન અને ન્યુયર, બેસતું વષૅ. મનરો એડલ્ટ ડે કેરમાં બંને તહેવારો ખૂબ ધામધૂમથી ઉજવાયા. પૂણૅ લાલ રંગના વસ્ત્ર પરિધાનમાં શોભતા, લાલ રંગની સફેદ ફુમતાવાળી ટોપી સાથે સાન્ટાક્લોઝ પધારેલા. મનરોના વિશાળ હોલમાં એકેએક સભ્ય પાસે રૂબરૂ જઇને હસતા મુખે સ્વહસ્તે ક્રિસમસના ટીપીકલ ગીફ્ટ લાલ, લીલા, સફેદ, પીળા ચટપટાવાળી નાનકડી લાકડી અપીઁ. દ્રશ્ય ઘણું સોહામણું લાગ્યું. સવૅત્ર આનંદનો માહોલ છવાઇ ગયો. ન્યુયરની ઉજવણીમાં સંગીતકાર બેલડી ભાઇશ્રી સંજય તથા પલ્લવીએ સુંદર ગીતો ગાયા. બધા ડોલી ઉઠ્યા. ગીતોની સાથે ઘણા બધાએ ડાન્સ કયોઁ. ડાન્સ વિના ન્યુયરની ઉજવણી તો અધુરી જ ગણાય ને? તે દિવસનું ભોજન પણ વિવિધ વાનગીઓથી ભરપુર હતું. જાન્યુઆરીની ૮ તારીખ મનરો એડલ્ટ ડે કેર માટે મહત્ત્વનો દિન ગણાય. મહત્તવનો એટલા માટે કે તે દિવસ મનરોના કો. ઓનર અને મુખ્ય સંચાલક ભાઇશ્રી અલોકનો જન્મદિન મને યાદ છે ગઇસાલ પણ આલોકનો જન્મદિન ઉજવેલો. પણ તે એક રેસ્ટોરાંમાં. આવો વિશાળ અને સુંદર મનરોનો જ હોલ છે તો ત્યાં જ કેમ ન ઉજવવી? આવો જ ચીલો ચાતરીને આ સાલ દિવાળી પાટીઁ પણ ત્યાં જ ઉજવવીને જ ને? અને તે ખૂબ સરસ રહી. જન્મદિનની ઉજવણી પણ નૂતન અને અનોખી રીતે કરી. read more
 

વુડબ્રીજ એશોસિએશન-વાષિઁક પ્રવૃત્તિ કેલેન્ડર

ઇન્ડો-અમેરિકન સીનિયસૅ એસો. ઓફ વુડબ્રીજ ટાઉનશીપની તા. ૧૫ જાન્યુઆરીના રોજ મળેલ કારોબારી સમિતિની મિટીંગમાં ૨૦૨૦ વષૅ માટેના કાયૅક્રમોની નીચે દશૉવ્યા મુજબ નક્કી કરવામાં આવ્યા હતા. માચૅ: ૮,૨૦૨૦- વીમેન્સ વીંગ:સોશ્યલ ઇવેન્ટ, પ્રવચન, રેફલ વગેરે. ૨૨ માચૅ ૨૦૨૦: એસો.ના સભ્યોની જાન્યુ-ફેબ્રુ-માચૅની સંયુકત બથૅડે સેલીબ્રેશન પાટીઁ, ૪ એપ્રિલ ૨૦૨૦: વ્રજ મંદિર યાત્રા, ૧૯ એપ્રિલ ૨૦૨૦: આટલાન્ટિક સીટી કેસીનો ટ્રીપ, ૭ મે ૨૦૨૦: વ્રજ મંદિર યાત્રા, ૧૭ મે ૨૦૨૦: વિવિધ મંદિર દશૅન યાત્રા, ૨૪ મે ૨૦૨૦: એસો. સભ્યોની એપ્રિલ-મે માસની સંયુકત બથૅડે સેલીબ્રેશન પાટીઁ, ૫ જૂન ૨૦૨૦: વીમેન્સ વીંગ-મીટ, ૫ જુલાઇ ૨૦૨૦: વ્રજ મંદિર યાત્રા, ૧૨ જુલાઇ ૨૦૨૦: શુક્ર-શનિ-રવિ પ્રવાસ, ૨૬ જુલાઇ ૨૦૨૦: એસો. સભ્યોની જૂન-જુલાઇ માસની સંયુકત બથૅડે પાટીઁ સેલીબ્રેશન, ૩ ઓગસ્ટ ૨૦૨૦:વ્રજ મંદિર યાત્રા, ૯ ઓગસ્ટ ૨૦૨૦: આટલાન્ટિક સીટી કેસીનો, ૨૩ ઓગસ્ટ ૨૦૨૦: વીમેન્સ વીંગ ઇવેન્ટ, ૨ સપ્ટેમ્બર ૨૦૨૦: વ્રજ મંદિર યાત્રા, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૦(ઓલડ સેન્ડ)કેસીનો ટ્રીપ, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૦: એસો.ના સભ્યોની ઓગસ્ટ-સપ્ટેમ્બર માસની સંયુકત બથૅડે સેલીબ્રેશન પાટીઁ. read more
 

સેકન્ડ ઇનીંગ ડે કેર સેન્ટર-વ્હીપની

ઉપરોક્ત સેંટર દરેક તહેવારની ઉજવણે ધામધૂમથી તેમજ વિવિધ રીતે કરે છે. ક્રીસમસ એટલે ડિસેમ્બર માસનો છેલ્લો તેમજ પ્રભુ ઇસુના પ્રાગટ્યનો મહિનો છે. ૨૦૧૯ની વિદાય અને નવા વષૅના સ્વાગતનો મહિનો. આ તહેવારની ઉજવણીની શરૂઆત તા. ૨૩મી શનિવારના દિવસે રેસ્ટોરંટમાં ઢોંસાની લિજ્જત માણવા સવેઁ મેમ્બરોને લઇ જવામાં આવ્યા હતા. ૨૫મી ડિસેમ્બર-ક્રીસમસના દિવસે ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આખા સેંટરને તહેવારને અનુરૂપ સીમ્બોલથી શણગારવામાં આવ્યો હતો. કાંતિભાઇ, ચંદ્રકાંતભાઇ ઠક્કરે શાંતાનો રોલ સુંદર નિભાવ્યો હતો. તેઓએ દરેક મેમ્બરોને ચોકલેટ વહેંચી હતી. શુક્રવાર ક્રીસમસના દિવસે ભવ્ય પાટીઁનું આયોજન કરવામાં આવ્યું હતું. સુંદર ગીતોના તાલે મેમ્બરોને આનંદિત કરવા પ્રિતીબેને સુંદર ગીતો ગાઇને ગીતોનો સૌએ આનંદ માણ્યો હતો. તે દિવસે રેફલ કરીને ગીફટ આપવામાં આવી હતી. તે દિવસે સુરુચિપૂણૅ ભોજનનો આનંદ માણ્યો હતો. તા. ૩૧મી એ સેંટરમાં ન્યુયરની ઉજવણી નિમિત્તે સૌને પીઝાનો આનંદનો લ્હાવો લીધો હતો. તેમજ ૨૦૧૯ની પ્રેમભરી વિદાય આપી હતી. તા.૧ જાન્યુઆરીના દિવસે સવેઁને સુંદર ગીફ્ટ આપવામાં આવી હતી. ખરેખર ઉપરોક્ત તહેવારો ઉજવીને સૌએ અનેરો આનંદ અનુભવ્યો હતો......(માહિતી: મૃદુલાબેન પટેલ) read more
 

સ્ટલિઁગ એડલ્ટ એન્ડ મેડિકલ ડે કેરમાં ઉત્તરાયણનો તહેવાર ઉજવાયો

ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી પરંપરાનું યુએસએની ધરતી પર સંવધૅન કરતું આ સ્ટલિઁગ ડે કેર સેન્ટર ન્યુજસીઁ સ્ટેટના નોથૅ બ્રુન્સવીક ટાઉનમાં આવેલ છે. બહુધા ભારતીય અને ગુજ્જુ મુળના વરિષ્ઠ નાગરિકોની આરોગ્ય સંભાળની સુંદર કામગીરી બજાવી રહેલ આ સેન્ટરમાં અવારનવાર આવતા પરંપરાગત ભારતીય તહેવારોની ઉજવણી કરીને સેન્ટરના વરિષ્ઠ નાગરિકોની સુંદર સેવા બજાવી રહેલ છે. આ વષૅની શરૂઆતના નવા વષૅના આગમન પ્રસંગે શાનદાર ઉજવણી બાદ માત્ર ૧૫ દિવસના જ ગાળામાં તા. ૧૫મી જાન્યુઆરીના રોજ અત્રે ઉત્તરાયણ પવૅ નિમિત્તે પતંગ ચગાવવાનું અનોખું આયોજન અત્રેના ડે કેરના નસિઁગ સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું હતું. પતંગ ઉડાડવાના આ પ્રસંગની ખાસ ઉજવણીને અનુલક્ષી સેન્ટરના સહુ પતંગ રસિયા અને તેઓના સમથૅકો સુંદર વેશ પરિધાન કરીને પ્રસંગને માણવાના ઉત્સાહ અને ઉમંગ સાથે ઉપસ્થિત હતા. કુદરતના સાનિધ્ય અને સથવારે સાનુકૂળ હવામાન તથા પવનના કારણે પતંગ ચગાવવાનો ઉત્સાહ સહુના મન પર સ્પષ્ટપણે દશિઁત થતો હતો. read more
 

ગુજરાતી કેથોલિક સમાજ દ્વારા ન્યુજસીઁમાં ક્રિસમસની ભવ્ય ઉજવણી

ગુજરાતી કેથોલિક સમાજે ૨૮ ડિસેમ્બરે સાઉથ પ્લેઇનફિલ્ડના સેક્રેડ હાટૅ ચચૅની હોલી સેવિયર એકેડમીમાં ક્રિસમસની ઉજવણી કરી હતી. ગુજરાતી કેથોલિક સમાજની યુથ વિંગે પ્રથમવાર આ વાષિઁક ઉજવણીનું આયોજન સંભાળ્યું હતું તેમ આયોજકે આઇટીવી ગોલ્ડને જણાવ્યું હતું. કરાઓકે અને ગરબા સાથે લાઇવ બેન્ડમાં પ્રકાશ પરમારના ગીતોની ધૂમ મચી હતી. શ્રી પરમારે જણાવ્યું હતું કે પોતે ત્રણેક વષૅની સમાજના કાયૅક્રમોમાં ગીતો રજૂ કરતા આવ્યા છે. ૨૦૧૦માં કેથોલિક સમાજની રચના થઇ ત્યારથી આ રીતે ક્રિસમસની ઉજવણી થતી આવી છે. અમારી યુવા પાંખે સમગ્ર કાયૅક્રમની જવાબદારી સંભાળી લીધી અને ઉજવણીની પરંપરાને આગળ વધારી છે એનું અમને ગૌરવ છે એમ સમાજની વેબસાઇટ પર જણાવ્યું હતું. read more
 

કલોનીયામાં સ્વા. મંદિરમાં વચનામૃત પૂજન

શ્રી નર-નારાયણદેવ સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ ગાદિ સંચાલિત ન્યુજસીઁના કલોનીયા સ્વા. મંદિરમાં આવેલા અને નર-નારાયણદેવ સ્વામિનારાયણ મંદિર તરીકે જાણીતા એવા મંદિરમાં સૌના પ્રિય અને લાડીલા યુવાન મહંતશાસ્ત્રી સ્વામીશ્રી અજયપ્રકાશદાસજી સ્વામીજી તથા મહંતશ્રી સત્યસંકલ્પ શાસ્ત્રીજી સ્વામીજીના સાનિધ્યમાં વચનામૃત પારાયણ પંચ દિનાત્મક તથા શ્રવણ કરવાનો લ્હાવો સૌ ભક્તજનોને પ્રાપ્ત થયો હતો. શ્રી વચનામૃત ગ્રંથને ૨૦૦ વષૅ પૂણૅ થતા તેની જન્મજયંતિ ઉજવવા ખાસ આમંત્રણને માન આપીને શાસ્ત્રીજી સત્ય સંકલ્પ સ્વામી મુખ્ય દેવોના સુવણૅસિંહાસન સમક્ષ વ્યાસાસન પર પધારીને વચનામૃત ગ્રંથ વિશે સૌને કથારૂપે શ્રવણ કરાવી હતી. રોજ સાંજના કથા બાદ થાળ-આરતી તથા મહાપ્રસાદ આરોગવાનો લ્હાવો ઉપસ્થિત સૌ ભક્તજનોને પ્રાપ્ત થયો હતો. read more
 

ફેબ્રુઆરી-૨૦૨૦ માસના તહેવાર

૦૫ મહા સુદ અગિયારસ ૦૯ વ્રતની પૂનમ ૧૨ મહા વદ ચોથ ૧૯ મહા વદ અગિયારસ ૨૧ મહા શિવરાત્રી ૨૩ અમાસ read more

ફોટો ગેલેરી

     
NEW YEAR 2017 કાળું નાણું Indian Republic day 2019

વિડીઓ